સતીશ વસાવા
ઝગડીયા તુલુકાના બમલ્લા ગામે ગઈ કાલે મૃત હાલતમાં બાબુભાઇ ગોવિંદભાઈ વસાવા નામના ઓગણીસ વર્ષના યુવાનની ગળે ફાંસી ખાધેલી હાલત માં સવારના 11 વાગ્યાં ના સમયે ઘરના પાછળ આવેલા ગોચરની જમીનમાં અવાવરું જગ્યા પાસે ઝાડની ડાળી થી નાયલોનના દોરાથી ગળે ફાંસી ખાધેલી સંદિગ્ધ હાલતમાં બાબુભાઇ ની લાશ મળી આવી હતી. મૃતક ના સગા ના જણાવ્યા મુજબ મૃતક 2-11-19 રોજ સાંજે ત્રણ વાગ્યાં ના સુમારે ઘરેથી બાબુભાઇ કેનાલ વારા ખેતરમાં ચાર કાપવા જવ છું તેમ કહી નીકળ્યો હતો. પરંતુ સાંજના સાત થી આઠ વાગ્યાના સમય સુધી યુવાન ઘરે ના પોહ્ચ્તા ઘરના તેમના ભાઈ એ તેને કેનાલ વારા ખેતર માં તપાસ કરતા તે મળ્યો ના હતો ત્યાર બાદ રાત્રે પણ તે ઘરે ના આવતા યુવકના ઘરના લોકો ચિંતિત થયા હતા.
સવારમાં યુવકના સગા દ્વારા ફહરી તેની શોધખોળ કરતા તેના ભાઈ સુરેશ ભાઈને ઘરની પાછળ ગોચર ની જગ્યા પર ફાંસી ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી તેઓ એ તાત્કાલિક ઉમલ્લા પોલીસને જાન કરતા ઉમલ્લા પોલીસ ઘટના સ્થળે પોહચી લાસ ને કબ્જો લઈ પોસમાર્ટમ અર્થે ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે યુવકના શવને ખેસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે મરનાર યુવકની અગાઉ થોડા દિવસ પેહલા જ તેના જ મિત્ર સાથે ફોટા પાડવાના બાબતે ઝગડો થયો હતો.જેમાં મરણનાર યુવકના ઘરના સભ્યો અને બીજા પક્ષના ઘરના સાથે વધુ ઝગડો થતા યુવક સ્થિતિ વણસી જતા બને પક્ષ એ મારમારી કરી હતી જેમાં મૃતકના ઘરના સભ્યો ભરૂચ સબ જેલમાં ચાર દિવસની સજા પણ થઈ હતી. જોકે તેના થોડાજ દિવસમાં યુવક બાબુભાઇની અવાવરું જગ્યા પરથી સન્દિગ્ધ હાલતમાં લાશ મળતા મૃતકના પરિવારજનો દ્વારા આ બધા પ્રકરણ માં મરનાર યુવકને સામે પક્ષ વારાએ જ તેમના ભાઈની હત્યાં કરી હોવાના ગમ્ભીર આક્ષેપ કરાતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી ગયી હતી.
જેમાં મૃતક ના પરિવાર દ્વારા ગમ્ભીર આક્ષેપો કરાતા તેમના નામ જાહેર કર્યા હતા જેમાં નામ
(1) કૉવસીકભાઈ નરેશભાઈ વસાવા
(2) નરેશભાઈ ગણપતભાઈ વસાવા
(3) નાનીબેન નરેશભાઈ વસાવા
(4) તુલસીબેન વસાવા
(5) સંજયભાઈ ગણપતભાઈ વસાવા
(6) મનોજભાઈ ગણપતભાઈ વસાવા
(7) ટીનુભાઈ ગણપતભાઈ વસાવા
(8) કપિલાબેન વસાવા
જોકે હાલ તો પોસમાર્ટમ રિપોર્ટ આવે ત્યારેજ ખુલાસો થાય તેમ છે કે આ હત્યા છે કે આત્મહત્યા હાલ ઉમલ્લા પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.