Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના એક ગામે પ્રેમીના અન્ય સાથેના લગ્નની વાતથી નારાજ પ્રેમિકાએ દવા ગટગટાવી.

Share

ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની યુવતીના લગ્ન થયા બાદ પતિ સાથે અણબનાવ થતા છુટાછેડા થયેલ હતા.ત્યારબાદ આ યુવતી તેના ભાઇ સાથે રહેતી હતી. પાછલા દોઢેક વર્ષ જેટલા સમયથી આ યુવતીને દિલિપ નામના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન આ યુવતી ગતરોજ તા.૧૩ મીના રોજ તેના ભાઇના ઘરે હાજર હતી ત્યારે તેના પ્રેમી દિલિપનો ફોન આવ્યો હતો. યુવતીને તેના પ્રેમીએ જણાવ્યું હતુકે તે બીજા લગ્ન કરવાનો છે. ત્યારબાદ બપોરના ૧૨ વાગ્યાના સમયે આ યુવતી તેના પ્રેમી દિલિપને ત્યાં આવી હતી. તે સમયે યુવતીને જાણવા મળ્યુ હતુકે તેના પ્રેમી દિલિપના બીજી જગ્યાએ લગ્ન નક્કી થયેલ છે અને બે દિવસ પછી લગ્ન થવાના છે. આ વાત જાણ્યા બાદ યુવતીને આઘાત લાગ્યો હતો, અને ઘરની પાછળ પડેલી જંતુનાશક દવાની બોટલમાંથી તેણે દવા પી લીધી હતી. દવા પીધા બાદ યુવતીને ચક્કર આવીને તેની તબિયત બગડતા સ્થાનિક દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવારની જરુર જણાતા તેને ભરૂચ લઇ જવામાં આવી હતી. યુવતીએ ભરુચ દવાખાનામાંથી ઝઘડીયા પોલીસમાં આ ઘટના સંદર્ભે જાણ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા 61 માં ભાજપને રાજયમંત્રી આર.સી. ફળદુનો ટેકો… જાણો વધુ.

ProudOfGujarat

શહેરામાં સરકારી કચેરીઓના મકાનોનુ નવીનીકરણ હાથ ધરાયું

ProudOfGujarat

અંકલેશ્વર : જીતાલી ગામની સીમમાં હાઇટેનશન વીજ કરંટ લાગતા ચાર ગાયોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!