ચાલુ સાલે હાલમાં ચાલી રહેલ ઉનાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે છે. ૪૫ ડિગ્રી જેટલું તાપમાન સામાન્યરીતે દરેક ઠેકાણે દેખાઇ રહ્યું છે. ચાલુ સાલે શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થયુ હોવાથી હજુ કાપણી ચાલી રહી છે. સામાન્યરીતે માર્ચ મહિના દરમિયાન શેરડીની કાપણીનું કામ પુર્ણ થઇ જતું હોય છે. પરંતું શેરડીના વધુ વાવેતરના કારણે હજુ કાપણી ચાલી રહી છે. નર્મદા સુગર ધારીખેડાના વહિવટકર્તાઓ દ્વારા ગરમીના કારણે મળશ્કે ચાર વાગ્યાથી બપોરના બાર સુધી શેરડીની કાપણી થાય તેના માટે ખાસ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આ માટે શેરડી કાપવાવાળા શ્રમિકોને વહેલી સવારે મળશ્કે ઠંડા પહોરે શેરડી કાપણીની કામગીરી કરવા જણાવવામાં આવે છે, આને લઇને શેરડી કાપણી કરતા મજુરોને ખરા બપોરે ગરમીમાં કામ કરવાથી છુટકારો મળતા તેઓ રાહતનો અનુભવ કરી શકે અને આમ ઠંડા પહોરે શેરડી કાપણીની કામગીરી થતી હોય કાપણીની કામગીરી પણ ઝડપી થતી હોય છે. આ નિર્ણય ખાસ શેરડી કાપણી કરતા મજુરોને ગરમીમાં રાહત આપવાના હેતુથી કરવામાં આવ્યો હોવાનું જણાવાયુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ