Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના મુલદ ગામે ઘરના આંગણામાં મુકેલ મોટરસાયકલની રાત્રી દરમિયાન ચોરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રાત્રી દરમિયાન ઘરના આંગણામાં પાર્ક કરીને મુકેલ મોટરસાયકલની ચોરી થઇ હોવાની ઘટના બનવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોવાલી ગામે રહેતા રોશનભાઇ ધનસુખભાઇ પાટણવાડીયા નામના યુવક પાસે તેના પિતાના નામની મોટરસાયકલ છે, જે મોટરસાયકલ રોશન ચલાવતો હતો. ગત તા. ૬ ના રોજ રાતના નવેક વાગ્યાના સમયે રોશન તેના ઘરેથી મોટરસાયકલ લઇને અંકલેશ્વર ખાતે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો. રોશન મુલદ ગામેથી તેના મિત્ર વિજયભાઇ વસાવાને સાથે લઇને મોટરસાયકલ પર અંકલેશ્વર ખાતે લગ્નમાં ગયો હતો. લગ્ન પ્રસંગ પતાવીને બન્ને મિત્રો ત્યારબાદ રાતના એક વાગ્યાના સમયે મુલદ પાછા ફર્યા હતા. રોશન તેના મિત્ર વિજય વસાવા રહે.મુલદના ઘરના આંગણામાં મોટરસાયકલ પાર્ક કરીને વિજયના ઘરે સુઇ ગયો હતો. સવારના આઠેક વાગ્યે ઉઠીને જોયું તો મોટરસાયકલ જ્યાં લોક કરીને મુકેલ હતી ત્યાં હતી નહિ. ત્યારબાદ તપાસ કરવા છતાં મોટરસાયકલ મળી નહતિ, જેથી મોટરસાયકલની રાત્રિ દરમિયાન ચોરી થઇ હોવાની ખાતરી થઇ હતી. રુ.૨૫૦૦૦ ની કિંમતની મોટરસાયકલ રાતના કોઇ અજાણ્યા ચોર ઉઠાવી ગયેલ હોઇ રોશન પાટણવાડીયા રહે. ગામ ગોવાલી, તા.ઝઘડિયા, જી.ભરૂચનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અમદાવાદમાં ફૂટ ઓવર બ્રિજ તૈયાર છતાં ઉદઘાટન ના થતા વિપક્ષે ઉદઘાટન કર્યું.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ૧૨ ગામો એલર્ટ કરાયા.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વીજ કરંટ લાગતા વેપારીનું મોત, દુકાનનું શટર ખોલતા કરંટ લાગ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!