ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે કોરોના વાયરસથી બચવા આખા નગરમાં ઝધડીયા જી.આઇ.ડી.સી. ના ફાયટર દ્વારા ઠેરઠેર દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
કપલસાડીનાં ડેપ્યુટી સરપંચ સલીમભાઈ પટેલએ માહિતી આપતા જણાવ્યું હતુ હાલ કોરોના વાયરસે વિશ્વભર સહિત ભારત દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કપલસાડી નગરમાં પણ કોરોના વાયરસનો પગ પેસારો ના થાય તે માટે પંચાયત વિવિધ પગલા લઇ રહી છે તેમજ ઝધડીયા જી.આઇ.ડી.સી. ના ફાયટર કમલેશભાઈ વસાવાનો આભાર વ્યકત કર્યો હતો. કપલસાડીનાં મુખ્ય માર્ગ, તમામ ફળીયાઓ,સોસાયટીઓમાં દવાનો છંટકાવ કરી સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી. ઝધડીયા જી.આઇ.ડી.સી. ના ફાયટર જોડાયા હતા. કપલસાડી પંચાયતે સેનેટાઇઝની કામગીરી કરતા ગામલોકોમાં ખુશી ફેલાઇ જવા પામી હતી.
Advertisement