Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાના ઉમલ્લા ગામે કે.આર.પટેલ વિદ્યામંદિરના નિવૃત્ત થતાં આચાર્યને વિદાયમાન અપાયુ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે કે. આર. પટેલ વિદ્યામંદીર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશભાઈ રમણભાઈ પટેલ વયમર્યાદાને લઇને નિવૃત થતા તેમને વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે આયોજિત વિદાય સહ શુભેચ્છા સન્માન સમારોહમાં વિદાય લેતા આચાર્ય નરેશભાઇએ શાળામાં ૧૮ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક આચાર્ય તરીકેની ફરજ બજાવેલ હોઇ તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ બીપીનભાઈ પટેલ, ચેરમેન જયંતીભાઈ દેસાઈ તથા અન્ય હોદ્દેદારો, શિક્ષકો તેમજ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે પછી શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે શાળાના સિનિયર શિક્ષક પ્રવીણભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી. વિદાય લેતા આચાર્ય નરેશભાઇએ શાળા પરિવારે તેમને આપેલ ભવ્ય સન્માન સહ વિદાયમાન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીનાં એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

રાજપીપલા કેવડિયા સહિત નર્મદામાં વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભાજપના આંતરિક જૂથવાદના કારણે ભરૂચમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!