Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે રકતદાન કેમ્પ યોજાયો.

Share

રક્તદાન મહાદાન, રક્તદાન જીવનદાનના સુત્રને સાર્થક કરતા અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ આપી નવું જીવન મળે તેવી મદદની ભાવના ઉદ્દેશથી યુપીએલ લિમિટેડ કંપનીના યુનીટ-૫ જીઆઈડીસી ઝઘડિયા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ યોજાયેલ રક્તદાન કેમ્પ રોટરી કલબ ઓફ અંકલેશ્વર સંચાલિત કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં યુપીએલ યુનિટ-૫ ના ૨૬૫ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુપીએલ યુનિટ-૫ ની સાઇટ લીડરશીપ ટીમ, નરેન્દ્ર ભાઈ ભટ્ટ બીઆઇએલ અંકલેશ્વર તથા ડોક્ટર આશિષ મોદી કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક અને તેમની ટીમ હાજર રહીને આવેલા સૌ રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી શુભેચ્છા પાઠવી હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને કુમારપાળ ગાંધી બ્લડ બેંકની ટીમે યુપીએલ યુનિટ-૫ ના કર્મચારીગણને રક્તદાન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગાઝિયાબાદમાં નિર્માણાધીન બિલ્ડિંગનું લેન્ટર પડતા બે મજૂરોના મોત

ProudOfGujarat

વીપીએલ સીઝન 3 માં રાજપીપલા કિંગ્સની પહેલી જીત

ProudOfGujarat

યુક્રેનમાં ફસાયેલ અંકલેશ્વરની વિદ્યાર્થીનીના પરિવારજનની કલેકટરે લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!