Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની સગીરાનું ચાર મહિના પહેલા અપહરણ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની એક સગીર વયની બાળાનું આજથી ચારેક મહિના પહેલા લગ્નની લાલચ આપી એક ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે તે સમયે પોલીસમાં ફરિયાદ પણ લખાવા પામી હતી. ત્યારબાદ અપહ્રુત બાળા અને તેનું અપહરણ કરનાર આરોપી બાબતે કોઇ માહિતી મળી નહતી. આ ઇસમ છેલ્લા ચારેક મહિનાથી આ બાળાને લઇને અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. દરમિયાન ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત ભરુચ જિલ્લા એલસીબી પીઆઇ કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એન.ભરવાડ અને ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અપહ્રુત બાળાને લઇને સદર ઇસમ મહેસાણા જિલ્લાના વિજાપુર આસપાસમાં રહેતો હોવાની જાણ થતાં એલસીબી ની ટીમે આ ઇસમને અપહ્રુત બાળા સાથે વિજાપુર તાલુકાના પોમલ ગામેથી ઝડપી લીધો હતો. આ ગુના અંતર્ગત આરોપી કિશનભાઇ બાલુભાઇ વસાવા રહે.નાનીજાંબોઇ તા.ઝઘડીયાનાને ઝડપી લઇને ઝઘડીયા તાલુકાના સંબંધિત પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો. છેલ્લા ચારેક મહિના જેટલા સમયથી આ ઇસમ અપહ્રુત બાળાને લઇને અલગઅલગ સ્થળોએ નાસતો ફરતો હતો. અને હાલમાં વિજાપુર તાલુકાના પોમલ ગામે મજુરી કામ કરતો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ટંકારીયા ખાતે જુગારધામ ની રેડ દરમ્યાન બીહામણા દ્ર્શ્યો…

ProudOfGujarat

રાજપીપલા : નર્મદાના ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતના દરજ્જાની માંગ : માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

ભરૂચ પાલિકા પ્રમુખનું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે ઇસ્યુ કરવા મામલે આવતીકાલે સુનાવણી : PI ને કોર્ટમાં હાજર રહેવા ફરમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!