Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના ડભાલ ગામેથી ઘરના પાછળના વાડામાં સંતાડેલ વિદેશી દારૂ ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડભાલ ગામેથી પોલીસે એક ઘરના પાછળના વાડામાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લીધો હતો.

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ડભાલ ગામે રહેતા જયંતીભાઇ ચુનીલાલભાઇ વસાવા પોતાના ઘરે ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારુ લાવીને વેચાણ કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા આ ઇસમ ઘરે હાજર મળ્યો નહતો. પોલીસે ઘરના પાછળના વાડાના ભાગે તપાસ કરતા એક મીણીયા થેલામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રુ.૧૭૫૦૦ ના ભારતીય બનાવટના વિદેશી દારુનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારુ વેચાણ કરવાના ઇરાદે રાખનાર અને રેઇડ દરમિયાન ઘરે હાજર નહી મળેલ જયંતીભાઇ ચુનીલાલભાઇ વસાવા રહે.ગામ ડભાલ, તા.ઝઘડીયા, જિ.ભરુચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચમાં વાલ્મીકિ સમાજ અને દલિત સમાજ દ્વારા નગરપાલિકા ખાતે હાથરસ અને રાપર બનેલ ઘટનાનાં વિરોધમાં આવેદનપત્ર આપી મૃતકને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

ProudOfGujarat

અનોખી ઉજવણી : ભરૂચ : ’73 મા ચાર્ટર્ડ એકાઉટન્ટસ ડે’ નિમિત્તે ‘ICAI ભવન’ ખાતે ‘બ્લડ ડોનેશન’ અને ‘ટ્રી પ્લાન્ટેશન’ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ : પતિના દીર્ઘાયુષ્ય માટે પત્નીએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!