Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ખાતે બીજા માળના ધાબા પરથી નીચે પડેલ શ્રમજીવીનું ઘટના સ્થળે મોત.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતે એક નવા બની રહેલ કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પરથી નીચે પટકાયેલ શ્રમજીવીનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયાના વાલિયા રોડ પર રાધે એન્કલેવ નામના કોમ્પ્લેક્સનુ હાલ બાંધકામ ચાલુ છે. આ કોમ્પ્લેક્સના બાંધકામમાં કામ કરતા શ્રમજીવી મજુરો પૈકી કેટલાક કોમ્પલેક્સના ધાબા પર સુઇ રહેતા હતા. દરમિયાન મુળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો ટીમકભાઇ ગલિયાભાઇ કટારા નામનો ૩૨ વર્ષીય ઇસમ રાતના કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પર સુતો હતો. આ ઇસમ રાતના પેસાબ કરવા જઇ રહ્યો હતો તે દરમિયાન ધાબા ઉપરથી નીચે પટકાતા તેને કપાળ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ શ્રમજીવી ઇસમને નાકમાંથી તેમજ કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ધાબા પરથી નીચે પડી જવાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ટીમકભાઇ કટારાને સારવાર મળે તે પુર્વે ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કોમ્પ્લેક્સના બાંધકામમાં કામ કરનાર અન્ય ઇસમ દિનેશભાઇ મગનભાઇ ખાડિયા મુળ રહે.ગેરયાભાત્રા,જિ.બાંસવાડા, રાજસ્થાનનાએ ઝઘડીયા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : નર્મદા નદીમાં પ્રદુષણ અટકાવવાનાં સંદેશ સાથે જન જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોવિડનાં દર્દીની સારવાર અંગે તજજ્ઞ તબીબી સમિતીની રચના લક્ષણોની તીવ્રતાનાં આધારે કોવિડ કેર, કોવિડ હેલ્થ અને કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાશે.

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૯ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!