અત્યારે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. રમઝાન માસ દરમિયાન મુસ્લિમો રોજા (ઉપવાસ)રાખતા હોય છે. વહેલી સવારે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવું પીવુ વિ.જેવી માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો એનું નામ રોજો.
નાના બાળકો પણ પોતાની જીંદગીનો પ્રથમ રોજો રાખીને ખુશી અને ધન્યતા અનુભવતા હોય છે.હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આજે પવિત્ર રમઝાન માસના સત્તાવીસ દિવસ થઇ ગયા છે. ચારેક દિવસ બાદ ઇદનો તહેવાર આવશે. અત્યારે ઉનાળો અગન વર્ષા ફેલાવી રહ્યો છે, ત્યારે ઘણા નાના બાળકો પણ ગરમીની પરવા કર્યા વિના પોતાના રબને ખુશ કરવા રોજા રાખતા હોય છે. આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રહેતા ગુલામફારુક સિરાજુદ્દિન મલેક નામના નાના છોકરાએ તેની જીંદગીનો પ્રથમ રોજો રાખીને ઉનાળાની સખત ગરમીમાં પોતાની સહનશક્તિ અને એકાગ્રતાનું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. આ બાળકે પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરીને દુઆઓ માંગી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ