Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય કિશાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરાઇ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતે એપીએમસી ખાતે મળેલ બેઠકમાં ભારતીય કિશાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી હતી. સંઘના જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં ભારતીય કિશાન સંઘના ઝઘડીયા તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ પટેલ ઝઘડીયા, ઉપપ્રમુખ તરીકે હેમરાજસિંહ રાઠોડ ટોઠીદરા, મંત્રી તરીકે વસંતભાઈ દેસાઈ, સહમંત્રી તરીકે ભૌમિકભાઈ પટેલ તેમજ કોસાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ભારતીય કિશાન સંઘની ઝઘડીયા તાલુકા કરોબારીની રચના કરવામાં આવતા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય કિશાન સંઘ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને સમસ્યા બાબતે હંમેશા જાગૃત રહીને ખેડૂતોના વિવિધ પ્રશ્નોની યોગ્ય સ્તરે રજુઆત કરે છે. ત્યારે સંઘના ઝઘડીયા તાલુકાના સંગઠનની રચના કરાતા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સંગઠન કામગીરી કરશે. આ પ્રસંગે સંઘના નવનિયુક્ત તાલુકા હોદ્દેદારોએ સંઘ દ્વારા તેમનામાં મુકાયેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ તાલુકાના કિશાનોને મદદરૂપ થઇ શકે તે માટે હંમેશ કટિબધ્ધ રહેશે એમ જણાવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના જન્મદિવસ નિમિત્તે ગૌ પૂજન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા ૧૦૮ ની ટીમે ઝઘડિયાના ખાખરીયાની પ્રસુતાને ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

નીતિન પટેલને મોતની ધમકી આપનારા બે માલધારી યુવકોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!