Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા ખાતે સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા નગરો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આગામી રમઝાન ઇદના તહેવારને લઇને આ ફુટ પેટ્રોલિંગ યોજાયુ હતું.

ઝઘડીયા ખાતે પીઆઇ એસ.કે.ગાવિતના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતું. રાજપારડી ખાતે પીએસઆઇ જી.આઇ.રાઠોડની આગેવાની હેઠળ સ્થાનિક પોલીસ જવાનોએ ફુટ પેટ્રોલિંગ યોજ્યુ હતું. જ્યારે ઉમલ્લા ખાતે મહિલા પીએસઆઇ વી.આર.ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ જવાનો ફુટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. આગામી તહેવારને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, લોકોમાં સલામતીની ભાવના મજબુત બને તે માટે તાલુકાના ત્રણેય પોલીસ સ્ટેશનો દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતુ. ઝઘડીયા ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે વાહન ચેકિંગ દરમિયાન કોઇ શંકાસ્પદ બાબત નહી જણાતા તંત્રએ રાહત અનુભવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડીનું મંતવ્ય

ProudOfGujarat

નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ 15 ફુટ ઊંડા ખાડામાં ખાબકી.

ProudOfGujarat

હાથી, હાથીની ગતિ એ ચાલે છે પાછળ કુતરાઓ ભસે છે તે પાછું વળીને જોતો નથી, સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!