સુરત,સચીન,વલસાડ તેમજ દુરથી ચાલતા આવતા લોકો માટે વાહનની વ્યવસ્થા કરી તેમના વતન સુધી પહોંચાડવા માટે રાજપારડીના સેવાભાવી લોકો આગળ આવ્યા.આ લોકો માટે ચા,પાની તેમજ બિસ્કિટની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.કોરોનાને લીધે સમગ્ર રાજયમાં લોકડાઉનના કારણે વાહન વ્યવહાર તેમજ રેલ્વે બંધના કારને છોટાઉદેપુ કવાંટ, એમ.પી જેવા શહેરોમાં તથા રાજયમાંથી કામદારો સુરત વલસાડ સચીન જેવા શહેરોમાં જતાં હોય છે. પરંતુ કોરોના જેવી મહામારીના લીધે સમગ્ર ભારતમાં સરકાર શ્રી દ્વારા લોકડાઉન જાહેર ના કારણે લોકો મોટી સંખ્યામાં રોડ પર ચાલતા આવે છે. લોકો છેક સુરત સચીન વલસાડથી ચાલતા આવવા પર લાચાર લોકો પોતાના વતન જવા માટે પગપાળા કરી છેક ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ સુધી પહોંચ્યા હતા. કમસે કમ 100 થી 200 જેટલા નાના મોટા બાળકો સાથે ચાલતા આવ્યા હતા. તેમને રાજપારડી ગામના સેવાભાવી લોકોએ ચા પાની તેમજ જમવાની વ્યવસ્થા સાથે તેમને તેમના વતન છોડવા માટે બે ટ્રકોની વ્યવસ્થા કરી રાજપારડીના પી.એસ.આઈ જે.બી.જાધવ તથા ઝઘડીયા મામલતદાર હાજર રહી ટ્રકોને રવાના કરી હતી.
ઝઘડીયા તાલુકામાં દૂરથી ચાલતાં આવતા કામદારો માટે વાહનની વ્યવસ્થા કરી તેમના વતન સુધી પહોંચાડવા માટે સેવાભાવી લોકોએ મદદ કરી.
Advertisement