Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ યાત્રાનું ઝઘડીયામાં ભવ્ય સ્વાગત કરાયું.

Share

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની બાઇક યાત્રા આજે તા.૨૨ મીએ સત્તરમાં દિવસે ભરુચ જિલ્લામાં પ્રવેશી હતી. કેવડીયા રાજપિપલા થઇને ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં યાત્રાએ પ્રવેશ કરતા તવડી ઉમલ્લા રાજપારડી ઝઘડીયા સહિત તાલુકામાં ઠેરઠેર પ્રદેશ યુવા પ્રમુખની આગેવાની હેઠળ નીકળેલ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તાલુકાના વિવિધ અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા પ્રદેશ યુવા પ્રમુખને આવકાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૬ એપ્રિલના રોજ અમદાવાદથી નીકળેલ આ યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ લોકો સુધી પહોંચાડશે. વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઇને પ્રદેશ ભાજપા યુવા પ્રમુખની આ યાત્રાનું તા.૨૫ મી એપ્રિલના રોજ સુરત ખાતે સમાપન થશે. આઝાદી મેળવવા ભવ્ય બલિદાનો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરના આંગણાંની માટી લઇને નીકળેલ આ યાત્રા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને દેશને આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના ભવ્ય બલિદાનોનો સંદેશ જનતા સુધી પહોંચાડશે. આજરોજ ઝઘડીયા તાલુકામાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વિકાસ થશે કે નહિ એ તો ખબર નહિ પરંતુ જીવન મોંઘુ થશે : હવે તો બેંકમાં પૈસા ઉપાડવા-જમા કરાવવાનો પણ ચાર્જ લાગશે

ProudOfGujarat

ભરુચ : જિલ્લા કક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરાશે.

ProudOfGujarat

અંકલેશ્વરની અતિ વ્યસ્ત ગડખોલ રેલ્વે ફાટકની એન્ગલ તૂટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!