આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ચાલી રહેલા સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી અંતર્ગત ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ભારત દેશની રક્ષા માટે પોતાનું જીવન પસાર કરી નિવૃત્ત થયેલા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અરવિંદભાઈ પટેલ મુળ વતની સાબરકાંઠા જિલ્લો અને હાલ રહે.ઝઘડિયા તેઓએ ૧૯૮૮ થી ૨૦૧૪ દરમિયાન સૈનિક તરીકે સેવા આપી હતી, મણીલાલ રાયજીભાઈ પટેલ જેઓ ઝઘડિયાના વતની છે અને ૧૯૭૧ થી ૧૯૮૧ સુધી સૈનિક તરીકે ફરજ બજાવી હતી, બાલકરસિંઘ જોગીન્દરસિંઘ જેઓ હાલ ગોકુલનગર ઝઘડિયા ખાતે રહે છે, તેમજ ચંદુભાઈ અંબાલાલ પ્રજાપતિ જેઓ ગોકુલનગર ઝઘડિયાના રહેવાસી છે અને તેમણે ૧૯૮૪ થી ૨૦૦૪ સુધી ફરજ બજાવી હતી, તેઓનું ઝઘડિયા તાલુકાના સામાજિક આગેવાન રવજીભાઈ વસાવા, જિલ્લા ભાજપા સંગઠન ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, જિલ્લા આદિજાતિ મોરચાના મંત્રી વિનોદભાઈ વસાવા, જિલ્લા વેપારી સેલના સહ કન્વિનર સંજયભાઈ ચૌહાણ તેમજ ઝઘડીયા તાલુકા યુવા અગ્રણી દિનેશભાઈ વસાવા દ્વારા સાલ ઓઢાડીને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ દેશની રક્ષા કાજે પોતાનું જીવન વ્યતીત કરનાર આ વીર પુરુષોએ સૈનિક તરીકે આપેલ સેવાઓને બિરદાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા નિવૃત્ત સૈનિકોનું કરાયું સન્માન.
Advertisement