સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પર હાલમાં ભરૂચ અંકલેશ્વરથી ઝઘડિયા રાજપારડી રાજપીપળા સુધીનું કામ ચાલે છે. રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલ રહે. અમદાવાદના આ ધોરીમાર્ગનુ ઉમલ્લા નજીક કામ કરાવે છે. ગતરાત્રિના રાજેશભાઈ તેમના રાજપારડી ખાતેના નિવાસ સ્થાને હતા, ત્યારે રાતના બાર વાગ્યાના અરસામાં ઉમલ્લા તરફ કામ કરતા વોગલી પેવર મશીનના ચોકીદાર પ્રવીણભાઈનો રાજેશભાઈ પર ફોન આવ્યો હતો અને તેણે જણાવેલ કે આપણું મશીન રાજપારડીથી ઉમલ્લા તરફ જવાના ટ્રેક ઉપર પાર્ક કરેલ હતું, અને બેરિકેટીગનું ડાયવર્ઝન આપ્યું હતું તેમ છતાં રાજપારડી તરફ જતા એક ટ્રક ચાલકે રોંગ સાઈડે આવીને મશીન સાથે તેની ટ્રકને અથાડી દીધી હતી. આ અકસ્માતમાં મશીનને મોટું નુકસાન થયુ હોવાનું તેણે જણાવ્યુ હતું. સદનસીબે આ અકસ્માતમાં ચોકીદાર તથા અન્ય કામદારોને કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ મશીનને ખૂબ મોટું નુકસાન થયું હતુ. અા બાબતે રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલે ઉમલ્લા પોલીસ મથકમાં અકસ્માત કરનાર ટ્રકચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ