Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં કોરોના વાયરસને અટકાવવા ઝઘડિયા સેવાસદન ખાતે બેઠક યોજાય.

Share

ઝઘડિયા સેવાસદન ખાતે આજરોજ યોજાયેલ બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણ સામે તકેદારી રાખવા, સાવચેતી દાખવવા અને પ્રજા ખોટી અફવાઓથી દૂર રહે તેવા પ્રયાસો કરવા બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઝઘડિયા મામલતદાર, ટીડીઓ, આરોગ્ય વિભાગ, સમાજસેવી સંસ્થાઓ, ઝઘડિયા પોલીસ, સરપંચ, તલાટી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કોરોનાના કેસો સામે આવે તો તેની સામે તાલુકાભરમાં દર્દીઓને રાખવા માટેની તૈયારીઓની ચર્ચા થઇ હતી. આજરોજ ઝઘડિયા સેવાસદન ખાતે ઝઘડિયા મામલતદાર જે.એ રાજવંશીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીડીઓ એન.એમ પટેલ, ડો.જીગ્નેશ પરમાર, પીએસઆઇ જસવંતસિંહ તડવી, સરપંચ વિજયસિંહ પરમાર, તલાટી કમ મંત્રી જનક ગંધર્વ, હસમુખ દેવલુક જૈન મંદિર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જણાવાયું હતુંકે તાલુકા પંચાયત હેઠળ નાગરિકોને ગાઈડલાઈન આપવાની રહેશે. બેઠકમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર ના થાય તેનું ધ્યાન રાખવું, તાલુકામાં ભરાતા હાટબજાર બંધ રાખવા, દરેક ગામના ફળિયાઓમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવું, જરૂરી દવાનો છંટકાવ કરવો વગેરે પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવેતો તાલુકાના હરિપુરા, અવિધા, ઝઘડિયામાં બેડ ગોઠવવાની જગ્યાઓ  નક્કી કરી તે બાબતે જવાબદારી સોંપવામાં આવી હતી. વધુમાં બેઠકમાં જણાવાયું હતુ કે ખોટી અફવાઓથી બચવા અને કોરોના વાયરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી અને તકેદારી રાખવાની જરૂર છે. ગમે ત્યાં જાહેર જગ્યાઓ પર થૂંકીને અથવા ધુમ્રપાન કરી ગંદકી નહિ કરવા જણાવાયું છે.    

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વાહન અકસ્માતનાં બનાવોનો તુલનાત્મક અભ્યાસ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇનરવ્હીલ કલબ દ્વારા જરૂરીયાત મંદને વ્હીલચેર અર્પણ કરાઈ.

ProudOfGujarat

રાજપીપળા : મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી તા.૫/૦૧/૨૦૨૦ નારોજ રવિવારના દિવસે નર્મદા જિલ્લામાં તમામ મતદાન મથકોમાં યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!