Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત સેવારુરલ હોસ્પિટલ ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. અનિલભાઈ દેસાઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે સુરત રકતદાન કેન્દ્રના સહયોગથી સેવારૂરલ હોસ્પિટલ ખાતે રકતદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં ઉત્સાહભેર યુવાનોએ ભાગ લઇને રકતદાન કર્યુ હતું, અને સમાજને એક અનુપમ સંદેશ આપ્યો હતો. ઘણી વખત આકસ્મિક ઘટના સમયે દર્દીને રક્તની જરૂર પડતી હોય છે. ત્યારે રક્ત કેટલી અમૂલ્ય વસ્તુ છે તેની અનુભૂતિ થાય છે. એ માટે ઘણીબધી નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે રકતદાન શિબિર આયોજિત થતી હોય છે. જેમાં ઘણા યુવાનો રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવતા હોય છે. ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે આયોજિત રકતદાન શિબિરમાં યુવાનોએ મોટી સંખ્યામાં રકતદાન કર્યું હતુ,આ કાર્યક્રમમાં ૫૦ યુનીટ જેટલુ બ્લડ એકત્રિત થયુ હતુ, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેવારૂરલ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની અંબેવેલી સોસાયટીમાં પાચ લાખ ઉપરાંત ની ચોરી..

ProudOfGujarat

કરજણ APMC ખાતે કરજણ તાલુકાના ખેડૂતોનો કપાસ ન લેવાતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યા બાદ ખેડૂતોએ કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન પાસે અજાણી મહિલાનું  ગુડઝ ટ્રેનની અડફેટે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!