Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ચકચાર.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામ નજીક આજે એક દિપડાનો મૃતદેહ મળ્યો હતો. વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઊચેડીયા જવાના રસ્તા પાસે દીપડો મૃત હાલતમાં પડેલો જણાતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી. રાણીપુરા માનવ સ્કૂલ પાસેથી ઉચેડીયા તરફ જતા રોડની નજીકની ખુલ્લી જગ્યામાં દિપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઝઘડીયા વન વિભાગ દ્વારા તેનો કબજો લઇને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દીપડાનું મરણ શાના કારણે થયું છે તે બાબતની તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ઝઘડિયા જીઆઇડીસીમાંથી પણ એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દિપડા નજરે પડતા હોય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ કાર્યકર્તાઓએ નિહાળ્યો

ProudOfGujarat

આણંદના રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

ProudOfGujarat

માતા પિતા ની લાડલી દિકરી ને ભણાવવી છે..જીવન માં કરવું છે ગણું બધું પણ તંત્ર નો સહકાર નથી- જાણોભરૂચ જીલ્લા ના વિકલાંગ જોષી દંપતી ને જે આજે લાચાર બન્યો છે તંત્ર ના પાપે…પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો જેથી તેઓને તંત્ર ની મદદ મળી શકે….!!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!