Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના તલોદરા ખાતે વિધાનસભા વિસ્તારના યુવાનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે આજરોજ ભરૂચ જિલ્લા ભાજપા આદિજાતિ મોરચા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ઝઘડિયા વિધાનસભા વિસ્તારના યુવાનોને ક્રિકેટ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિધાનસભા ક્ષેત્રમાં આવતા ૬ ગામોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કનેરાવની ટીમ રનર અપ અને વાલિયાની ટીમ ફાઈનલમાં વિજેતા બની હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી શાંતિલાલભાઈ વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી વિનોદભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા ભાજપા આદિજાતી મોરચાના મંત્રી કિરણભાઈ વસાવા, ઝઘડિયા તાલુકાના અગ્રણી રવજીભાઈ વસાવાના હસ્તે રનર અપ તેમજ વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોના યુવા ખેલાડીઓએ સ્થાનિક સ્થળ પર ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ આયોજકોનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

આર યા પાર નાં અભિનેતા વરુણ ભગતે ચાહકો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો

ProudOfGujarat

વડોદરામાં જસાપુરા ચોકડી પાસે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ ગામે આર.કે નગરમાં તબીબની ડિગ્રી વિના પ્રેકટીસ કરતાં બે નકલી ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!