Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દસ ગામના યુવકોને ક્રિકેટના સાધનોની કીટ આપી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર ભરુચ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં દસ ગામના યુવકોએ ભાગ લીધો હતો. આંબેડકર જન્મજયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં યુવાનોને ક્રિકેટના સાધનોની કીટ ભેટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ક્રિકેટની રમત બધી રમતોમાં આગળ પડતા સ્થાને છે, ત્યારે ક્રિકેટને ગ્રામ્ય સ્તરે વધુ પ્રોત્સાહન મળે તે માટે યુવાનોને ક્રિકેટના સાધનો ભેટ અપાયા હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિતે નેહરુ યુવા કેન્દ્રની યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા ૧૦૮ જીવન રક્ષક સેવાના સેવકોની માનવતા.

ProudOfGujarat

રામપુરા માંગરોલ ખાતે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે અફરાતફરી અને અવ્યવસ્થા, જીવના જોખમે નદી પાર કરતા ભક્તો

ProudOfGujarat

નવસારી : યુવકે કેન્સર હોવાનું કહીને 16 વર્ષની છોકરીની સહાનુભૂતિ જીતી : અવાવરૂં ફાર્મ હાઉસમાં લઈ જઈ હાથ બાંધી બળાત્કાર કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!