ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ઝઘડિયા ખાતે આજરોજ તા.૯ મીએ શિશુ કક્ષા ૧, ૨ તથા ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓના વાલીઓ માટે વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. આયોજિત વાલી સંમેલનમાં ર૦૦ જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનની શરૂઆત સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન દ્વારા દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ અત્રે ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી તેમનું પુષ્પગુચ્છ અને તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત વાલીઓ અને અગ્રણીઓએ નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન સુનિલભાઈ મહાજને પ્રોજેક્ટર દ્વારા નવી શિક્ષણ નીતિની વાલીઓને સમજ આપી હતી. કાર્યક્રમમાં કેટલાક જરુરી મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. અંતે શાળા પરિવારે ઉપસ્થિત વાલીઓ અને આમંત્રિત મહેમાનોનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ