Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રેલી યોજાઇ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા વિસ્તારમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાલીયાથી નેત્રંગ રાજપારડી થઇને ઝઘડીયા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજિત રેલીના કાર્યક્રમમાં ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રિતેશભાઇ વસાવા, ન્યાય સમિતીના અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા, ઝઘડીયા ભાજપા મહામંત્રીઓ ભુપેન્દ્ર સિંહ રાઠોડ તેમજ કેતવ દેસાઈ, યુવા ભાજપા પ્રમુખ ધ્રુપલ પટેલ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય મહેન્દ્રસિંહ વાંસદિયા, ગાયત્રીબેન, એ.પી.એમ.સી ચેરમેન દિપકભાઈ પટેલ, દિનેશ વસાવા, હિરલ પટેલ તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો રેલીમાં જોડાયા હતા. રેલી નેત્રંગથી રાજપારડી થઇને ઝઘડીયા ખાતે પહોંચી હતી. ઝઘડીયા ચાર રસ્તા ખાતે તાલુકા ભાજપા યુવા મોરચા તેમજ ઝઘડીયાના ઉપસરપંચ વિનોદભાઇ વસાવા દ્વારા અગ્રણી હોદ્દેદારોનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની શરુઆતે યુવા સંગઠન હોદ્દેદારો દ્વારા કાર્યકરોને રેલી અંગેની માહિતી આપી હતી. આયોજિત રેલીમાં કાર્યકરો તેમજ હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજર રહીને રેલીને સફળ બનાવી હતી. જીલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ ભાઈ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઇએ સહુ કાર્યકરોને આવકાર્યા હતા. અંતે યુવા ભાજપા પ્રમુખ ધ્રુપલ પટેલે સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બિસ્માર માર્ગોની સમસ્યાથી જનતા વ્યથિત…

ProudOfGujarat

વડોદરામાં મોહરમ પર્વ ઉજવવા મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ.

ProudOfGujarat

અમદાવાદ સાયન્સ સિટીમાં પાંચ દિવસ ‘સાયન્સ કાર્નિવલ’ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!