Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાની કેમી ઓર્ગેનિક કંપની સામેની ફરિયાદ બાદ અન્ય કંપનીઓ સામે પણ પ્રદુષણ બાબતે કડક પગલા ભરવા માંગ.

Share

સુરતના સચીન જીઆઇડીસી ખાતે ટેન્કર મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટના થયેલ નિકાલ દરમિયાન છ ઇસમોના મોત નીપજ્યા હતા. આ ઘટનાનો રેલો ઝઘડીયા જીઆઇડીસીની કેમી ઓર્ગેનિક કેમિકલ્સ નામની કંપની સુધી આવતા ઝઘડીયા જીઆઇડીસીમાં પ્રદુષણ ફેલાવતા અન્ય ઉધોગો પણ શકના દાયરામાં આવ્યા છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અંકલેશ્વર કચેરી દ્વારા આને લઇને ઝઘડીયા જીઆઇડીસીની કેમી ઓર્ગેનિક કંપની સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઝઘડીયા જીઆઇડીસીના ઘણા ઔદ્યોગિક એકમો દ્વારા અવારનવાર જાહેરમાં વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી છોડાવાની ઘટનાઓ બનતી હોય છે. આ પ્રદુષિત કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં થઇને વિવિધ ખાડીઓમાં વહીને નર્મદામાં જતુ હોય છે. જાહેરમાં આ રીતે છોડાતા પ્રદુષિત પાણીને લઇને ખાડીઓ નજીકની ખેતીની જમીનો પ્રદુષિત થાય છે, ઉપરાંત જળચર જીવોને પણ નુકશાન થાય છે. સચીન જીઆઇડીસીમાં કેમિકલ વેસ્ટના નિકાલ બાદ છ માણસોના મોત થતાં તંત્ર એકદમ એકશનમાં આવી ગયુ હતું. છ જેટલી માનવ જીંદગીઓનો ભોગ લેવાયા બાદ તંત્રને એકાએક ડહાપણ સુઝયુ, તે બાબત પણ સૂચક ગણી શકાય ! અવારનવાર જાહેરમાં પ્રદુષણ ઓકતા કેટલાક ઔદ્યોગિક એકમો બાબતે કોઇવાર હોબાળો થાય તોજ તંત્ર નામ માત્રની કામગીરી કરીને સંતોષ લેતુ હોય છે. ઝઘડીયા જીઆઇડીસીની આસપાસના ગામોના રહીશો બિચારા મને કમને પ્રદુષણ સહન કરતા આવ્યા છે ! આ વિસ્તારની વસતિ મહદઅંશે ગરીબ આદિવાસી જનતાની છે. જીઆઇડીસીના પ્રદુષણનો ભોગ બનતા રહીશો તેમની ખેતીની જમીનો તેમજ પ્રદુષિત પાણીથી જળચર જીવોને થતા નુકશાનની ઘટનાઓ હવેતો જાણે સામાન્ય બની ગઇ હોય એમ જણાય છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી હવે લાલ આંખ કરે અને જાહેરમાં પ્રદુષણ ઓકતા ઉધોગોને નિયમો શીખવાડવા આગળ આવે તેવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે.

Advertisement

સચીન જીઆઇડીસીમાં ટેન્કર દ્વારા વેસ્ટના થયેલ નિકાલ બાદ તેનું પગેરુ છેક ઝઘડીયા જીઆઇડીસીની કેમી ઓર્ગેનિક કંપની સુધી આવ્યુ તેને લઇને તાલુકાનો જાગૃત વર્ગ ચિંતિત બન્યો છે. આ બાબતે ઝઘડીયા જીઆઇડીસીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા ઝઘડીયા પોલીસમાં ફરિયાદ પણ થઇ, તે સારી વાત ગણાય. પરંતું તંત્રએ આનાથી આગળ વધવુ પડશે, ચુપ બેસી રહેતો એ વાત હવે જનતા સાંખી નહી લે, એ વાત તંત્રએ સમજવી પડશે. છ માણસોનો ભોગ લેવાયેલી ઘટના નાની તો નજ ગણાય. માનવ જીંદગીનું મૂલ્ય સમજીને ભવિષ્યમાં પ્રદુષણ ફેલાવતા અન્ય ઉધોગો પર ધડો બેસે એ માટે આમાં જવાબદાર કંપની સામે કડકમાં કડક પગલા ભરાવા જોઇએ એવી આજના સમયની માંગ છે. જો ઘીના ઠામમાં ઘી પડ્યુ રહેશે તો પછી લોકશાહીના મૂલ્યોની અસ્મિતા કેમ જળવાશે? એ પણ એક વેધક સવાલ છે !

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સીરત કપૂર મ્યુઝિકલ લવ સ્ટોરી ‘આકાશમ દતી વાસ્તવ’માં ભૂમિકા ભજવતી જોવા મળશે.

ProudOfGujarat

ભરૂચના નાંદ ગામ ખાતે નર્મદા નદીમાં જીંગા પકડવા નાંખવામાં આવેલ ઝાખરા દૂર કરવા સ્થાનિકોની તંત્રને રજુઆત.

ProudOfGujarat

માંગરોળની એસ.પી.એમ હાઇસ્કુલમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!