Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં બોગસ બીપીએલ રેશનકાર્ડો બાબતે ક્યારે તપાસ થશે?

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની મામલતદાર કચેરીમાં ગતરોજ જિલ્લા કલેકટર દ્રારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા મામલતદાર કચેરીમાં લાલીયાવાડી ચાલી રહી હોવાનું બહાર આવ્યુ હતું. કલેક્ટરની મુલાકાત સમયે જવાબદાર અધિકારી સહિત કેટલાક કર્મચારીઓ ઓફિસમાં ગેરહાજર જણાયા હતા. ત્યારબાદ ઝઘડીયા મ‍ામલતદાર કચેરીના બે કારકુનોની વાલિયા અને અંકલેશ્વર ખાતે બદલી કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઝઘડીયા ખાતે તાલુકા સેવા સદનમાં લોકોના કામો અટવાતા હોવાની વ્યાપક લોક ફરિયાદો ઉઠવા પામી હતી. પુરવઠા વિભાગ સહિત અન્ય વિભાગોમાં પણ લોકોના કામો અટવાતા હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે. તાલુકામાં બીપીએલ રેશનકાર્ડોની લહાણી પણ આડેધડ અને નિતી નિયમોને બાજુ પર મુકીને થઇ હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે. સામાન્યરીતે રીતે જે લોકોના નામ બીપીએલ યાદીમાં હોય તેવા પરિવારો જ બીપીએલ રેશનકાર્ડના હકદાર ગણાય. પરંતું તાલુકામાં બીપીએલ યાદી અને બીપીએલ રેશનકાર્ડો બાબતે કોઇ સમન્વય જળવાયો હોય એમ હાલના તબક્કે દેખાતું નથી. પરંતું આતો કોના બાપની દિવાળી એમ તંત્ર દ્વારા આર્થિક રીતે સક્ષમ એવી ઘણીબધી વ્યક્તિઓને આજેતો બીપીએલ કાર્ડની માલિક બનાવી દેવાઇ હોવાની ચર્ચાઓ સામે આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા થયેલ આકસ્મિક ચેકિંગથી સેવાસદનનું તંત્ર જાણે ઉંઘતુ ઝડપાયુ હોય એવો ઘાટ થયો છે. ત્યારે હવે જિલ્લા કલેકટર સાહેબ અંગત રસ લઇને ઝઘડીયા તાલુકામાં બીપીએલ રેશનકાર્ડો બાબતે તપાસ કરે તે જરુરી બન્યુ છે. તાલુકામાં બીપીએલ રેશનકાર્ડો બાબતે ન્યાયિક તપાસ થાય તો ઘણી બધી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટીવ કેસો આવતાં જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

ProudOfGujarat

નડિયાદ : ૩૬ મી નેશનલ ગેમ્સની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઝઘડીયા ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને ગામ અગ્રણીઓ દ્વારા પદ્મ વિભુષણ ડો.લતાબેન દેસાઈનું કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!