પવિત્ર રમઝાન માસમાં નાના બાળકો જ્યારે તેમના જીવનનો પહેલો રોજો રાખે છે, ત્યારે એમની ખુશી એ દિવસને યાદગાર બનાવી દે છે. હાલ રમઝાન માસનો ત્રીજો દિવસ થઇ ગયો છે, ત્યારે ઘણા નાના ભુલકાઓ પણ જીવનનો પ્રથમ રોજો રાખીને ખુદાની બંદગી કરતા જોવા મળી રહ્યા છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા ૬ વર્ષીય ફયાજ આરીફહુશેન ખત્રી નામના નાના બાળકે આજરોજ તેના જીવનનો પ્રથમ રોજો રાખતા સંબંધીઓ દ્વારા તેને અભિનંદન આપવામાં આવ્યા હતા. ઉનાળાની સખત ગરમીમાં નાના બાળકે રોજો રાખીને ખુદાની બંદગી કરીને દુઆઓ માંગી હતી. આ નાનકડા રોજદારે ગરમીના દિવસ દરમિયાન રોજો રાખતા પરિવારમાં ઉત્સાહ છવાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement