Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના અસનાવી ગામે કવોરી સંચાલકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસનાવી ગામે મોની મિનરલ કવોરી ચલાવતા પ્રીત સંજયભાઈ મેઘાણી મૂળ ભાયાવદર તા. ઉપલેટા જી. રાજકોટના રહેવાસી છે. ગતરોજ સાંજે તેઓ તેમની કવોરીની ઓફિસ બહાર ઊભા હતા, ત્યારે તેમની કવોરીમાં રવાલીમાં ચાલતી ટ્રકોના માલિકોએ મિનરલ પ્લાન્ટ કર્મચારીઓને ધમકાવીને પલાન્ટ બંધ કરાવી દીધો હતો, અને પ્રીત મેઘાણી પાસે તેઓ આવ્યા હતા. તે લોકો ગાળો બોલીને કહેતા હતા કે રવાલીમાં ભાવ વધારો કેમ નથી કરતો? તેમ કહીને સળિયા વડે પ્રિત મેઘાણી પર હુમલો કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોનું ઉપરાણું લઇ અન્ય ઈસમો પણ પ્રીત મેઘાણીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન અન્ય ઈસમો આવી જતા તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. હુમલો કરનાર ઈસમો જતા જતાં જણાવતા હતા કે જો અમને પૂછ્યા વગર પ્લાન ચાલુ કરશે તો જાનથી મારી નાખીશુ. તેમજ અમારા ત્યાં કમાવવા આવ્યો છે અને અમને દબાવે છે તેમ કહી ઈકો માં બેસી જતા રહ્યા હતા. જેથી પ્રીત સંજયકુમાર મેઘાણીએ રામદેવ ફતેસીંગ વસાવા, શશીકાંત જેઠા વસાવા તેમજ વિનોદ કંચન વસાવા ત્રણેય રહે. ઝરીયા અને અશોક ભૂલા વસાવા રહે. અસનાવી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ઝઘડિયાથી નીકળેલ ટેન્કર ચાલકે કોસ્ટીક સોડા લાઇ સગેવગે કરતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિર રાધા વલ્લભ મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચના પાલેજ તથા નબીપુરમાં કોરોના મહામારી સંદર્ભે પોલીસ જીપ દ્વારા પ્રજાજનોને અવગત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!