મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ એટલે રોજા અને ઇબાદતનો મહિનો. રમઝાન માસમાં નાના બાળકો જ્યારે તેમના જીવનનો પહેલો રોજો રાખે છે, ત્યારે એ દિવસ તેમની જીંદગીનું એક યાદગાર નઝરાણું બની જતુ હોય છે. હાલ રમઝાન માસ શરુ થઇ ગયો છે, ત્યારે ઘણા નાના ભુલકાઓ પણ જીવનનો પ્રથમ રોજો રાખીને ખુદાની બંદગી કરતા જોવા મળી રહ્યા છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા સાત વર્ષીય રૂહાન સોયબ ખત્રી તેમજ પાંચ વર્ષીય આયશાબાનું આશીફ ખત્રીએ ગતરોજ તેમના જીવનનો પ્રથમ રોજો રાખ્યો હતો. આ ભુલકાઓએ કાળઝાળ ગરમીમાં પરિવારજનોના સાનિધ્યમાં જીંદગીનો પ્રથમ રોજો રાખીને ધૈર્ય અને એકાગ્રતાનું ઉદાહરણ પુરુ પાડ્યુ હતું. આ નાનકડા રોજદારોને તેમના પરિવારજનો તેમજ સંબંધીઓએ અભિનંદન આ૫ીને તેમના ઉત્સાહને વધાર્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement