બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મણી ઘાટ પર આજે બપોરના સમયે ૩૬ વર્ષીય સંજય સુનિલભાઈ વસાવા નાઓ પાણી ભરવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક જ મગરે તેઓ ઉપર હુમલો કરી પાણીમાં ખેંચી જતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સુનીલ વસાવાને મગર પાણીમાં ખેંચી જતા સુનિલ મગરને લઇને પાણીની બહાર આવ્યો હતો અને હેમખેમ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો, ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા ઇજાગ્રસ્ત સુનિલ વસાવાને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે ઉનાળાની ઋતુમાં મગર દેખાવા અને મગરના હુમલાના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે ઝઘડિયા ખાતેથી સામે આવેલી આ ઘટના નર્મદા નદીમાં મગરોની ઉપસ્થિત અંગેની સાબિતી આપી રહી છે,ત્યારે લોકોએ પણ નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં જતા પહેલાં સાવધાની રાખવી અત્યંત જરુરી જણાય છે.
હારૂન પટેલ