ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે મોબાઇલ ટાવરના રુમમાંથી ૨૦ નંગ બેટરીઓ ચોરાઇ હોવાનો બનાવ બનવા પામ્યો છે.
રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગત તા.૩૦ મીના રોજ ઇન્ડસ ટાવરના સુપરવાઇઝર સંજયસિંગ ગણેશસિંગ રાજપુતને અવિધા ગામના ટાવરની રુમમાંથી બેટરીઓ ચોરાઇ હોવાની જાણ થઇ હતી. ઇન્ડસ ટાવરના ટેકનીશિયન જૈમિન પટેલ રહે.પાણેથા તા.ઝઘડીયાના ગત તા.૨૮ મીના રોજ સવારના સમયે અવિધા ગામે ટાવરે જરુરી કામ માટે ગયા ત્યારે ટાવરના રુમમાંથી ૨૦ જેટલી બેટરીઓ ચોરાઇ હોવાનું જણાયું હતુ. તેથી જૈમિનભાઇએ ફોન દ્વારા સંજયસિંગને ચોરી બાબતે જાણ કરી હતી. આ ઘટના બાબતે સંજયસિંગ રાજપુત હાલ રહે.પાનોલી જીઆઇડીસી અને મુળ રહે.મધ્યપ્રદેશનાએ રુ.૪૦૦૦૦ ની કિંમતની ૨૦ નંગ બેટરીઓ ચોરી જનાર અજાણ્યા ચોર વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
Advertisement
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ