ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામે વિજય દર્શન આશ્રમ ખાતે જૈન ઇરીગેશન સિસ્ટમ લિ. જલગાંવ આયોજીત કેળ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
ભરુચ,સુરત તેમજ નર્મદા જીલ્લાના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી કેળનુ વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. આ જિલ્લાઓએ કેળ ઉત્પાદનમાં વિશેષ સ્થાન બનાવેલું છે.આ જીલ્લાઓમાં હાલ ઘણા નવા ખેડુતો પણ કેળની ખેતી તરફ વળ્યા છે. વર્ષો વર્ષ વાતાવરણમાં થઇ રહેલ ફેરફારોના કારણે ખેડુતોને નવી નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એને લઇને કેળની ખેતીમાં રોપણીથી લઇને ઉત્પાદન સુધીમાં કરવી પડતી માવજત બાબતે ખેડૂતો આધુનિક પ્રધ્ધતિ અંતર્ગત જાણકારી મેળવી શકે તે માટે પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉત્પાદન સુધીના વિવિધ તબક્કાઓ અંતર્ગત પાકની પાણીની જરુર તેમજ રોગ અને જીવાતથી પાકનું રક્ષણ કરવા સંબંધી જરુરી માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞ ડો.કે.બી.પાટીલ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ