Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકમાં ભાજપા દ્વારા વોલ પેન્ટિંગનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના વિવિધ વિસ્તારમાં ભાજપા દ્વારા વોલ પેન્ટિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્રારા ઝઘડિયા તાલુકાના રાજપારડી તાલુકા પંચાયત બેઠકના બુથ ૨, મોટા સોરવા તાલુકા પંચાયત બેઠકના આંબાખાડી બુથ ૧, કદવાલી બુથ ૧, તેમજ તેજપોર બુથમાં ઝઘડિયા તાલુકા ભાજપા સંગઠન દ્વારા વોલ પેન્ટીગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન અનુસાર કમળનું પેન્ટિંગ બનાવમાં આવ્યું હતું. આયોજિત વોલ પેન્ટિંગના કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, યુવા મોરચાના ઉપપ્રમુખ કેતનભાઈ ગાંધી, યુવા મોરચાના ઉપપ્રમુખ પાર્થભાઈ પટેલ, યુવા મોરચાના પ્રભારી ગૌતમભાઈ દેસાઈ, આદિજાતિ મોરચાના મંત્રી કિરણભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય અરુણભાઈ વસાવા, ભાજપા અગ્રણીઓ દિનેશભાઇ વસાવા, હિરલભાઈ પટેલ, જગદીશભાઈ વસાવા સહિત કાર્યકરો જોડાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ બંદુકો સાથે પાંચ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

સુરત તેમજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં- ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!