Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડી ડેડીયાપાડા વચ્ચે બસસેવા વિસ્તૃત બનાવવા મુસાફરોની માંગ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેથી વાયા નેત્રંગ થઇને ડેડીયાપાડા સાગબારા તરફ જવાય છે. રાજપારડી પંથકના ડેડીયાપાડા તરફ જવાવાળા મુસાફરોની સુવિધા માટે રાજપારડીથી ડેડીયાપાડા, સેલંબા, સાગબારા તરફના રૂટ પરની બસસેવા અધ્યતન બનાવવાની જરુર છે.

રાજપારડી એ ઝઘડીયા તાલુકાનું એક મહત્વનું વેપારી મથક છે. રાજપારડીની આજુબાજુના ગામોના મુસાફરો મોટાભાગે અન્ય સ્થળોએ જવા માટે રાજપારડીના ચાર રસ્તા પરથી વાહનો પકડતા હોય છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા તરફ જવાવાળા મુસાફરો માટે રાજપારડીથી ડેડીયાપાડા તરફની બસસેવા વિસ્તૃત બનાવવાની તાકીદની જરુર જણાય છે. ડેડીયાપાડા સેલંબાની આગળ મહ‍ારાષ્ટ્રના અક્કલકુવા નંદરબાર તરફનો માર્ગ પણ પસાર થાય છે. ઉલ્લેખનીય છે કે રાજપારડી ડેડીયાપાડા વચ્ચેની બસોના સમય જરુર કરતા ઓછા હોવાથી મુસાફરોએ વાયા નેત્રંગ થઇને બે કટકે ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે. વળી કોઇપણ સ્થળના સર્વાંગી વિકાસ માટેના પરિબળોમાં બસની સુવિધા પણ મહત્વપૂર્ણ મનાય છે, ત્યારે રાજપારડીથી ડેડીયાપાડા તરફના રુટ પર વધું સંખ્યામાં બસો દોડાવાય તો બન્ને વિસ્તારોની મુસાફર જનતા માટેની સુવિધામાં સુંદર વધારો થાય તેમ છે. તેથી ઝઘડીયા એસટી ડેપો તેમજ ભરૂચ વિભાગીય એસ.ટી સત્તાવાળાઓ મુસાફરોના હિતમાં તાકીદે આ બાબતે સઘન આયોજન કરવા આગળ આવે તે ઇચ્છનીય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ખાતે ચોમાસા ના માહોલ દરમિયાન ગંદકી અને કાદવ કીચડ ના સામ્રાજ્ય થી કંટાળેલા સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખ ને રજુઆત કરી હતી……..

ProudOfGujarat

વડોદરા : છાણી જીએસએફસી બ્રિજ ઉપર બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં ચાલક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

નેત્રંગના કંબોડિયા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી કપાસનું બિયારણ ખેડૂતોને નિદર્શન અને માર્ગદશન અપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!