Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આજે કોંગ્રેસ પક્ષના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તેની પૂર્વ તૈયારી રુપે આ કાર્યાલય શરુ કરવામાં આવ્યુ હોવાનું મનાય છે.

આજરોજ રાજપારડી ખાતે ઝઘડીયા રોડ પર કોગ્રેસ કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચુંટણીને અનુલક્ષીને નવા સંકલ્પ સાથે રાજપારડી ખાતે કોગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન ભરૂચ જિલ્લા કોગ્રેસ પ્રમુખ પરિમલસિહ રાણા તથા ફતેસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, ઝઘડીયા તાલુકા કોગ્રેસ પ્રમુખ ફતેસિંહ વસાવા, અગ્રણીઓ ધમેન્દ્રસિહ છાસટીયા, રમેશભાઈ વસાવા તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા વિધાનસભાની બેઠક પર લાંબા સમયથી છોટુભાઇ વસાવાનો દબદબો રહ્યો છે. જોકે ગત તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં તાલુકા જિલ્લામાં ભાજપાનો ભગવો લહેરાયો હતો. આગામી વિધાનસભાની ચુંટણીમાં રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ ચુંટણી જંગ લડવા આગળ આવી રહેલ છે, અને ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી આપ સાથે ગઠબંધન કરનાર હોય, આગામી વિધાનસભાની ચુંટણીમાં ઝઘડીયા તાલુકા સહિત ભરૂચ જિલ્લામાં મહદઅંશે ત્રિપાંખીયો જંગ ખેલાય એમ હાલના તબક્કે સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ રાજપિપળા વચ્ચે વધુ લોકલ એસ.ટી બસ સેવા સઘન બનાવવા માંગ.

ProudOfGujarat

જંબુસરની કન્યાશાળામાં ૪ બાળકીઓ સાથે શિક્ષકે કર્યા શારીરિક અડપલા

ProudOfGujarat

સુરતનાં ભાટિયા ટોલ મુક્તિ માટે આંદોલન વધુ ઉગ્ર બનાવતાં ભાટિયા ટોલ સંઘર્ષ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને જોડવા પત્રિકા વિતરણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!