Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા પોલીસ મથકે નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ વાહન ચેકિંગ દરમિયાન ઉકેલાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ઉકેલાયો હતો. મળતી વિગતો મુજબ ગતરોજ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મહાવીર ટર્નિંગ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું ત્યારે ગડખોલ પાટિયા તરફથી એક ઇસમ નંબર પ્લેટ વગરનું ટુ વ્હિલર લઇને આવતા તેને રોકીને તપાસ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન આ મોટરસાયકલ ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામના એક રહીશની હોવાનું જણાયુ હતું, તેમજ આ મોટરસાયકલ ચોરાઇ ગયેલ હોઇ ઝઘડીયા પોલીસમાં તે બાબતની ફરિયાદ પણ નંધાયેલ હતી. પોલીસે આ ચોરીની મોટરસાયકલ સાથે ઝડપાયેલ ધ્રુવ ઉર્ફે ગોલુ મનોજભાઇ મીણા રહે. ભરૂચ તેમજ મુળ રહે.નાગદા મધ્યપ્રદેશની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વન અધિકાર માટે 3 કિ.મી લાંબી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના સારસા ડુંગર પર ચોમાસા દરમિયાન મનોહર દ્રશ્ય સર્જાયુ.

ProudOfGujarat

ગોધરા પાલિકાના સફાઇકર્મચારીઓ પોતાની માંગણીઓ નહી સ્વીકારાતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!