Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઝેરોક્ષના બાકી પૈસાની બાબતે એક ઇસમને માર માર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઝેરોક્ષ તથા પ્રિન્ટના બિલના બાકી પૈસાની લેવડદેવડની તકરારમાં એક ઇસમને માર માર્યો હોવા બાબતે ત્રણ ઇસમો સામે ફરિયાદ લખાવા પામી હતી.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના વિકાસભાઇ જયંતીલાલ વસાવા એક એનજીઓ માં નોકરી કરે છે. તેઓ રાજપારડી ચોકડી પર આવેલ એસ.કુમાર ફોટો સ્ટુડિયો નામની દુકાનમાં એનજીઓ ના ઓફિસના કામ માટેના ઝેરોક્ષ અને પ્રિન્ટ કઢાવતા હતા. ફરિયાદમાં જણાવાયા મુજબ ઝેરોક્ષ અને પ્રિન્ટના બિલની રુ.૩૦૦૦ જેટલી બાકી રકમ પેઠે તેમણે રુ.૧૫૦૦ જમા કરાવેલ હતા. તેથી બાકીના રુ.૧૫૦૦ જમા કરાવવા વિકાસ ગતરોજ ફોટો સ્ટુડિયોની દુકાને ગયો હતો. ત્યારે દુકાનના માલિક સચીનભાઇએ જણાવેલ કે તમારે રુ.૪૨૦૦ થી વધારે બાકી હતા. વિકાસે સચીનને જણાવ્યુ હતુ કે રુ.૩૦૦૦ બાકી હતા, અને તે પૈકી અગાઉ મેં રુ.૧૫૦૦ જમા કરાવ્યા હતા. આ સાંભળીને સચીનભાઇ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવા લાગ્યા હતા. અને રુ.૪૨૦૦ તમારે ચુકવવા પડશે. આમ કહીને વિકાસભાઇ સાથે ઝપાઝપી કરીને મારવા લાગ્યા હતા. તે દરમિયાન ફોટો સ્ટુડિયોની દુકાનમાં કામ કરતો વણાકપોરના નિકુંજભાઇ પરમાર તેમજ સંજાલીના સેફલી નામના ઇસમોએ પણ સચીનનું ઉપરાણું લઇને વિકાસને માર માર્યો હતો. આ ઝઘડા દરમિયાન વિકાસને માથામાં કાનના ઉપરના ભાગે લોખંડની પાઇપ વાગી જતા ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત વિકાસે અવિધા સરકારી દવાખાને સારવાર લીધી હતી. ઘટના બાબતે વિકાસભાઇ વસાવાની ફરિયાદને લઇને રાજપારડી પોલીસે સચીનભાઇ છગનભાઈ પંચાલ રહે.રાજપારડી, નિકુંજભાઇ પરમાર રહે.વણાકપોર તેમજ સેફલી રહે.સંજાલી તા.ઝઘડીયાના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકાના પર્વની ઉજવણી જરૂરિયાત દીકરીઓને ચણિયાચોળી અને આભૂષણો આપીને કરાઇ.

ProudOfGujarat

રાજકીય નેતાઓ અને કાર્યકરોએ પરસેવે રેબજેબ થવું પડશે જાણો કેમ.આવનાર ઉનાળો કેવો ધગધગતો હશે…

ProudOfGujarat

નડિયાદ : રસિકપુરા ગામની સીમમાં ક્લીનર બે ટ્રક વચ્ચે આવી જતાં મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!