ઝગડીયા ના ઉમલ્લા નગરમાં નવરાત્રી નો પર્વ અંતિમચરણો માં હોઈ તેવા શારદિય નવરાત્રી ના શુભ દિને ઉમલ્લા ના નવરાત્રી ચોક બજાર માં ગરબા આયોજકો અને માઁ ના બાલુડાં ગ્રુપ દ્વારા મહાઆરતી નું આયોજન કરવામા આવ્યું હતું.
જેમાં નવરાત્રી ના આયોજક એવા અરુણભાઈ દોશી અને તેમના માઁ ના બાલુડાં ગ્રુપ ના સભ્યો સહિત ઉમલ્લા નગર અને આજુબાજુ ના ગામોના ગ્રામજનો સહિત ઉમલ્લા, વાઘપુરા ગામના સરપંચ ઉમલ્લા પોલીસ સ્ટેશન અધિકારી પોલીસ સ્ટાફ પણ મોટી સઁખ્યા ઉપસ્થિત રહી લોકો એ હાથ માં દિવા ઓ પ્રગટાવી મહાઆરતી કરી હતી.
વર્ષોથી ઝગડીયા ના ઉમલ્લા નગર ના ગરબા આખા તાલુકામાં પોતાની અલગ છાપ ધરાવે છે. જેમાં આયોજક અરુણભાઈ દોશી વર્ષોથી વિદેશ માં સ્થાયી થયા છે પણ દરવર્ષે નવરાત્રી માં માતાજી ની આસ્થા ના કારણે પોતાના દેશમાં પોતાના ગામમાં આવી ને નવરાત્રી નું સુંદર આયોજન કરી બધો કાર્યભાર સંભાળે છે.
જેમાં ઝગડીયા, રાજપારડી, અવિધા, વેલુગામ, અશા, પાણેથા, ઇન્દોર, સહિત નર્મદા જિલ્લા ના ઉમરવા, રજુવાડીયા, પ્રતાપનગર, સહિત ના અનેક ગામો થી નવરાત્રી જોવા માટે અને ખેલૈયા ઓ ગરબે ઘુમવા આવતા હોઈ છે..અને ગરબા ની રમઝટ જામવતા હોઈ છે .
જયારે ગતરાત્રે ઉમલ્લા ચોક બજાર માં નવરાત્રી ના અંતિમ દિવસે મોટી સઁખ્યા માં લોકો મોટી સઁખ્યા માં ઉપસ્થિત રહી એકઠા થયી હાથ માં દિવા લઈ ને સૌવ કોઈ એ માતાજી ની આરતી કરી આરાધના કરી હતી.
સતીશ વસાવા, ઉમલ્લા, ઝગડીયા