Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના દધેડા ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોકટર ઝડપાયો

Share

ભરુચ જિલ્લામાં ઘણા સ્થળોએ ડિગ્રી વિના દવાખાના ખોલી પ્રેક્ટિસ કરતા ઘણા બોગસ ડોકટરો ઝડપાયા હોવાના અહેવાલ મળ્યા છે.આવોજ એક બોગસ ડોકટર ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દધેડા ગામેથી પણ ઝડપાયો છે.મળતી વિગતો મુજબ ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતીકે દધેડા ગામે એક દુકાન ભાડે રાખીને શ્યામલ સુશાંત બિસ્વારી નામનો ઇસમ કોઇપણ જાતની ડિગ્રી વિના દવાખાનુ ખોલીને પ્રેક્ટિસ કરે છે.પોલીસે બાતમી મુજબના સ્થળે રેઇડ કરીને આ બોગસ ડોકટર શ્યામલ સુશાંત બિસ્વારી રહે.અંકલેશ્વર,મુળ રહે.પશ્ચિમ બંગાળની એલોપેથીક દવા ઇન્જેક્શન તેમજ મેડિકલને લગતા સાધનો સાથે અટકાયત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી માટે ૬૯૧ જેટલી ટીમો કાર્યરત.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC માંથી શંકાસ્પદ મોબાઈલો સાથે એક ઇસમને પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

અંકલેશ્વરની ગંગા જમના સોસાયટીની ગેસ લાઈન લીકેજ થતા આગની જ્વાળાઓ ભભૂકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!