Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે બે ઇસમોએ મહિલાને માર મારતા ફરિયાદ.

Share

મારા ઘર સામેથી જવુ નહિં એમ કહીને માર માર્યો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે બે ઈસમોએ એક મહિલાને ગાળાગાળી કરીને માર માર્યો હોવા બાબતની ફરિયાદ ઝઘડીયા પોલીસમાં લખાવા પામી છે. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તાલુકાના રાણીપુરા ગામે રહેતી સવિતાબેન વલુસિંગ વસાવા ગઇકાલે મજૂરીએ થી ઘરે આવી જમી પરવારીને ફરીથી ખેતરે મજૂરી કામ કરવા જતી હતી. તે દરમિયાન તેમના ફળિયામાં રહેતો મુકેશ મોહન વસાવા સવિતાબેન ને એમ કહેવા લાગ્યો કે મારા ઘર સામે ના રસ્તેથી જવું નહીં. જેથી સવિતાબેને જણાવેલ કે આ રસ્તો સરકારી છે. આ સાંભળતાજ મુકેશ મોહન વસાવા એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને મા બેન સમાણી ગાળો બોલીને તેના હાથમાંનો લાકડાનો સપાટો આ મહિલાને બરડા તેમજ કમરના ભાગે મારીને ઈજા કરી હતી. ઉપરાંત તેની સાથેના રાજેશ મુકેશ વસાવાએ પણ તેના હાથમાંની લાકડીનો સપાટો મારી ઈજા કરી હતી. આ દરમિયાન સવિતાબેનને છોડાવવા વચ્ચે પડેલ ખુશ્બુબેનને પણ મુકેશ મોહન વસાવાએ લાકડીનો સપાટો જમણા હાથે મારી ઈજા કરી હતી.આ અંગે સવિતાબેન વલુસિંગ વસાવાએ મુકેશ મોહન વસાવા અને રાજેશ મુકેશ વસાવા બંને રહે. રાણીપુરા તા. ઝઘડિયા જી.ભરૂચ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુસેન ખત્રી :- રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો, ભાજપ અન્ય પક્ષોનાં ઉમેદવારોને ધમકીઓ આપતી હોવાના આક્ષેપ.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા વેપારીઓની પોલીસને રજુઆત

ProudOfGujarat

અંકલેશ્વર : અજાણ્યા વાહનની અડફેટે આવતા ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!