ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ વિરુધ્ધ કાયદેસરના પગલાં ભરવા બી.ટી.એસ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.
રાજપારડી ના પી.એસ.આઇ દ્વારા મજૂરોને ખોટી રીતે માર મારી જાતિવિષયક અપમાન જનક વતન કર્યું હતું
ઘટના સંદર્ભે ડીવાયએસપી ને લેખિત રજૂઆત બાદ કોઈ કાર્યવાહી નહીં હતા જિલ્લા કલેકટરને સંબોધી આવેદનપત્ર જગડીયા નાયબ કલેકટરને પાઠવ્યું છે
ઝગડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ સરવૈયાએ કોરી પર મજુરી કરતા મજૂરોને ખોટી રીતે મારમારી જાતિવિષયક અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું આ બાબતે ડી.વાય.એસ.પીને ગત માસે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા બી.ટી.એસ દ્વારા જિલ્લા કલેકટરને સંબોધી લખેલ આવેદનપત્ર ઝગડીયા નાયબ કલેકટરને પાઠવી પીએસઆઇ વિરુધ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
ભિલીસ્તાન ટાઈગર સેના દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગત માસે સરકારી બોરીદ્રા ગામના મજૂરો તેમની રોજિંદી મજુરી કરવા કોરી ખાતે ગયા હતા ત્યારે રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ સરવૈયા દ્વારા ત્યાં આવી તેમને જાતિવિષયક અપમાનજનક વતન કરી માર માર્યો હતો આ બાબતે ભોગ બનનાર મજૂરોએ ડી.વાય.એસ.પી અંકલેશ્વરને લેખિતમાં ફરિયાદ કરી હતી ફરિયાદના ૨૦ દિવસ બાદ પણ પી.એસ.આઈ વિરુધ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ભિલીસ્તાન ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેકટરને સંબોધી લખેલ આવેદનપત્ર ઝગડીયા નાયબ કલેકટરને પાઠવી પી.એસ.આઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે.