ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના કબીરપુર ગામે રહેતા નરેશભાઈ રાઘવભાઇ બલરે ૨૦૦૬ ની સાલમાં વાલીયા તાલુકાના સેવડ ગામે ખેતીની જમીન ગુડન્ડે એગ્રો પ્રા.લી પાસેથી વેચાણ દસ્તાવેજથી રાખી હતી. આ જમીનના મુળ માલિક પરમેશ ડાયાભાઈ ભક્ત, બીપીન દયારામ ભક્ત, શૈલેષ વિઠ્ઠલભાઈ જીયાણી, વિશાખા શૈલેષ શિયાણી અને બીજા માણસોએ તે દરમિયાન છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોઇ તેમના વિરુધ્ધ વાલિયા પોલીસમાં ફરિયાદ નંધાવેલ હતી. ગત તા. ૧૩ મી જુનના રોજ નરેશભાઈના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને કહેલ કે જમીન ખાલી કરી દેજો, આ જમીન મારે રાખવાની છે, વાલિયા વાળા કેસમાં શૈલેષ, બીપીન, કિશોર ખેની, મહેશ ગોળકીયા સાથે મારે જેલમાં મુલાકાત થઈ હતી તમે શૈલેષ ઉપર કેમ કેસ કરેલો છે, તમે મારી સામે કશું નહીં કરી શકો, આ જમીનમાં બીપીનભાઈનું નામ ચાલે છે, જેથી આ જમીન હું તેમની પાસેથી ખરીદી લઈશ અને તમારી પાસેથી જમીનનો કબજો લઇ લઇશ.જો ખાલી નહીં કરો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી, ત્યારબાદ નરેશભાઇ બીજા દિવસે કચેરીના કામે ઝઘડિયા પ્રાંત કચેરીમાં આવ્યા હતા. નરેશભાઇ તથા તેમનો ભત્રીજો કચેરીની બહાર નિકળીને રોડ ઉપર આવ્યા ત્યારે શૈલેષ વિઠ્ઠલભાઈ જીયાણી નરેશભાઈ પાસે આવેલ અને હું તારી પાસેથી જમીનનો કબજો ખાલી કરાવી દઈશ, તમે મને શું સમજો છો? તેમ કહી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નરેશભાઈની ફેટ પકડી હતી. નરેશભાઈના ભત્રીજાએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા.આ અંગે નરેશભાઈએ શૈલેષ વિઠ્ઠલભાઈ શિયાણી રહે. અમરોલી સુરત વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી