ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના ૬૨ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.ગઇકાલે રાત્રે આશરે એક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.ઉપરાંત આજે ઝઘડીયા ગામના એક ૫૮ વર્ષીય કોરોના સંક્રમિત ઇસમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઇને તાલુકાની જનતા ભયભીત બની છે. ઝઘડિયા તાલુકામાં કોરોનાથી પ્રથમ મૃત્યુ ફીચવાડા ગામે થયું હતું. બાદમાં આજે ગોવાલી ગામના આધેડનું તેમજ ઝઘડીયાના એક ઇસમનું મૃત્યુ થતા તાલુકામાં કોરોનાથી થયેલ મૃત્યુ આંક ત્રણ થયો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગોવાલી ગામના રહેવાસી આ ૬૨ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કોરોનાની સારવારના ત્રીજા દિવસે ગતરોજ મોડીરાત્રે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ આજે બપોરે ઝઘડીયાના અન્ય એક કોરોના સંક્રમિત દર્દીનું પણ સારવાર દરમિયાન મોત થતાં આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોનાના દર્દીઓનો કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે.તાલુકાની જનતામાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે જનતા ભયભીત બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.