Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા થી અંબાજી સુધી પદયાત્રા નો પ્રારંભ

Share

ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે.ભાદરવી પૂર્ણિમાએ જગદ જનની મા અંબાનો પ્રાગટય દિવસ મનાય છે. માતાજીના પ્રાગટય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માંના ચરણે શિષ નમાવવા જાય છે.
જગત જનની મા અંબાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલ્લા થી અંબાજી સુધી પદયાત્રા નું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ-અલગ ગામેથી કુલ 100 પદયાત્રીઓ આજે ઉમલ્લા થી અંબાજી ધામ જવા રવાના થયા.
ઉમલ્લા થી અંબાજી ની રથયાત્રા ૧૫ વર્ષથી ચાલે છે અને હાલ આ 16મુ વર્ષ છે જેમાં ઝઘડિયા તાલુકાના અલગ-અલગ ગામેથી 100 જેટલા પદયાત્રીઓ રથ મા જોડાયા છે.
ઉમલ્લા થી અંબાજી 52 ગજની ધ્વજા લઈને લય ને અંબાજી જાય છે અને આ 52 ગજ ની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે અને ઉમલ્લા થી અંબાજી જનાર પદયાત્રીઓની ચાલવાની એવરેજ રોજ 40 કિલોમીટરની હોય છે.
ઉમલ્લા થી અંબાજી અંદાજીત 405 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમલ્લા થી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ ૧૨ દિવસ લાગે છે.ઝઘડીયા તાલુકા થી રવાના થયેલ 100 પદયાત્રિકો આગામી તારીખ…ના રોજ મા અંબાજી ના દરબારમાં પહોંચી શ્રદ્ધા પૂર્વક માતા ને વંદન કરશે.

Advertisement

Share

Related posts

પડતર માંગોને લઇને ST નિગમના કર્મીઓ તા. 22 મીએ બસનાં પૈડાં થંભાવશે.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નશીલી કફ સિરપની બોટલો ઝડપી બે શખ્સોની અટકાયત કરી

ProudOfGujarat

સુરતના યુવાન પાસે લગ્નની લાલચે એક લાખ ખંખેરી ફરાર થયેલી મહિલા ટોળકીને આમલેથા પોલીસે ઝડપી લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!