આજે તારીખ ૦૮-૦૩-૧૮ એટેલે વિશ્વ મહિલા દિવસ આ દિવસની ઉઅજવની અંગે ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર કાર્યક્રમો યોજાય રહ્યા છે. પરંતુ આવા કાર્યક્રમો ભરૂચ જિલ્લા માટે વ્યાજબી છે ખરા ??? જ્યારે એક જ વર્ષમાં ૬ કરતા વધુ એવા બનાવો બન્યા કે જેમાં નરાધમોએ સગીર કન્યા પર ક્રૂર બલાત્કાર ગુજાર્યો આવી સગીર વયની કન્યાઓ અંગે કોણે એમના હિતની વાત કરી, કોણે ઉજળા ભવિષ્યની વાત કરી તે તપાસવું જોઈએ.
આ સાથે ભરૂચ જિલ્લામાં યુવાન વયે વિધવા થનાર મહિલાઓની સંખ્યા પણ એકધારી વધી રહી છે. પતિ દારૂ પી ને લથડિયા ખાય અને છેવટે મોત ને ભેટે ત્યાર એ સમગ્ર કુટુંબનું ગુજરાન કરવાની જવાબદારી અબલા મહિલા પર આવી પડે તેથી તેનું કેટલીક વાર શોષણ પણ થાય આવા સમયે તંત્ર અને કહેવાતી સામાજિક સંસ્થાઓ શું કરે છે?? મહિલાઓએ પગભર થવા માટે અને આજની મોંઘવારી સામે આર્થિક લડત આપવા માટે ઘરનો ઉંબરો ઓળંગીને નોકરી, મજૂરી કે અન્ય કામો કરવા પડે છે. જે તે સ્થાને તેમની પર થતા શોષણ અંગે કોઈ તંત્ર કે સંસ્થા કામ કરે છે ખરી? જો આ બધી સમસ્યાઓનો ઉકેલ ન આવી શકતો હોય અને કહેવાય છે કે સરકારની મહિલા ઉત્થાન અંગે કરોડો રૂપિયાની ગ્રાંટમાં કટકી ખવાતી હોય તો આંતરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો હક છે ખરો ???