૩૧ મી જુલાઇ રાષ્ટ્રીય સફાઇ કામદાર દિવસની ઉજવણી અંતર્ગત આજે વ્યારા નગરપાલિકાના સફાઇ કર્મચારીઓનુ પુષ્પગુચ્છ આપી સન્માન, બહુમાન કરવામાં આવ્યુ. ઉપરાંત વોર્ડ નં.૨ મા આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સામુહિક સફાઇ અભિયાન આદરી નગરને સ્વરછ રાખવાનુ આહવાન કરવામાં આવ્યુ.
આજ ૨ ઓગષ્ટના રોજ વ્યારા નગરપાલિકાના દંડક અને વોર્ડ નં. ૨ ના સભ્ય સંજય સોની, મૃણાલ જોશી, નીમિશાબેન તરસાડીયા, પ્રીતિબેન ગામીત તથા નગરપાલિકાના માજી પ્રમુખ મહેરનોઝભાઇ જોખી, જીલ્લા સંગઠનના ઉપપ્રમુખ ચેતન ભટ્ટ, રુચિર દેસાઈ, હિતેશ ચૌધરી, ચંદ્રકાંત પ્રજાપતિ, રાજેશ જાદવ, હેમંત તરસાડીયા, ચેતન પારેખ દ્વારા વોર્ડ નં.૨ મા આવેલ ફ્તેહબુરજ કિલ્લા પાસેથી માલીવાડ, તળાવ પોલીસ ચોકીથી જુમ્મા મસ્જિદ સુઘી સામૂહિક સફાઇ કરવામાં આવી. વ્યારા નગરને સ્વરછ રાખવાનો એક શુભ સંદેશ નગરમાં પાઠવવામાં આવ્યો.
સામૂહિક સફાઇ અભિયાનને વ્યારા નગરમાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો. સામૂહિક સફાઇ અભિયાનને અંતે વ્યારા નગરપાલિકાના સફાઇ કર્મચારીઓને તથા સુપરવાઈઝર રાજેશ મઝલપુરિયાનુ સંજયભાઇ સોની અને તેમના ગૃપ દ્વારા પુષ્પગુચ્છ વડે સન્માન, બહુમાન કરવામાં આવ્યું. અંતે અલ્પાહાર, ચા, કોફી લઇ સૌ છૂટા પડયા.