વ્યારા નગરપાલિકા બાગ અને સામાજિક વનીકરણ સમિતિના અધ્યક્ષ નિમિષાબેન હેમંતભાઈ તરસાડીયાના અધ્યક્ષપણા હેઠળ વોર્ડ નં. ૧ પ્રાથમીક શાળા સિંગિ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવમા આવેલ જેમા ૩ થી ૫ ફૂટ સુધીના વૃક્ષો નારિયેળી, બોટલિકપામ, સપ્તપણી, કદમ, બદામ, ગુલમહોર, આંબળા, લીમડા આસોપાલવ જેવા ૫૦ વૃક્ષોનુ ત્રિ – ગાર્ડ કવર સાથે રોપણ કરવામા આવ્યુ.
વ્યારા નગરને વધુ રળિયામણું કરવા આવનાર દિવસોમા વધુ ૫૦૦ વૃક્ષો નગરના દરેક વોર્ડને આવરી લઇ રોપણ કરી વૃક્ષની સુરક્ષા માટે લોખંડની જાળીવાળા ટ્રી-ગાર્ડ લગાડવાનું અયોજન અંગેની જાણકારી બાગ અને સામાજિક વનીકરણ સમિતીના ચેરમેન શ્રીમતી નિમિષાબેન આપી.
આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણા વોર્ડ નં.૧ ના સભ્ય મહેશભાઈ ગામીત, દુગાબેન ગામીત વોર્ડ નં.૨ ના સભ્ય તથા દંડક સંજય સોની, મૃણાલ જોશી, વોર્ડ નં.,૩ નીલમબેન શાહ, વોર્ડ નં. ૪ ના સભ્ય તથા શાસક પક્ષના નેતા કલ્પેશભાઇ ઢોડિયા, વોર્ડ નં. ૫ના સભ્ય દિલીપભાઇ જાદવ, વોર્ડ નં.૬ ના સભ્ય રાકેશભાઈ ચૌધરી, પરેશ મીઠાવાળા, વોર્ડ નં. ૭ ના સભ્ય જમનાબેન બિરાડે તથા નીલાબેન પ્રજાપતિ તથા અન્ય મહાનુભાવોમા નાનુભાઈ બિરાડે, હરેશભાઈ ચૌહાણ, સાહીલ ગામીત, પ્રદીપભાઇ, પરેશ માહ્યાવંશી, રાકેશભાઈ મહાલે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.