Proud of Gujarat
FeaturedGujaratINDIA

વ્યારા :મહાત્મા જ્યોતિબા ફૂલે અને ડૉ.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ કાર્યક્રમ યોજાયો

Share

તા.૫/૭/૨૦૨૧ સોમવારના રોજ વ્યારા નગરપાલિકા દ્રારા ૨૩-બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના વરદ હસ્તે નગરના અનેક પૂર્ણ થયેલ કાર્યમા ત્રણ ગાર્ડન સહિત અનેક કાર્યોના લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી.
સાથો-સાથ વ્યારા માલીવાડ વિસ્તારમા મહાત્મા જ્યોતિબા ફૂલે માર્ગ તથા તળાવ વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જીદ નજીક ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગનુ અનાવરણ, લોકાર્પણ પણ કરવામા આવ્યું.

ફૂલેજી તથા આંબેડકર માર્ગના પ્રવેશ દ્વાર બનાવવા અંગે હેમંતભાઇ તરસાડીયાએ સાંસદશ્રીને યોગ્ય રજૂઆત કરી જેનો સાંસદશ્રીએ હકારાત્મક જવાબ આપ્યો હતો. ઉપરોકત કાર્યક્રમમાં બહુજન સમાજમાં માળી સમાજ તથા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનશ્રીઓ સંગઠન મહામંત્રી વિક્રમ તરસાડીયા, પંકજ ચૌધરી, ચેતન ભટ્ટ, વિરલ કોંકણી, નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ, વોર્ડ નં.૨ના સભ્યશ્રી સંજય સોની, મૃણાલ જોશી, નિમિષાબેન તરસાડીયા, પ્રીતિબેન ગામીત તથા નગરના સામાજીક આગેવાન મિત્રો, યુવા મિત્રો વિગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં સ્કુલ બહાર એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો…

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ સ્ટેશનના મારા-મારીના ગુનામાં વર્ષ ૨૦૦૮ થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

નડિયાદ : માલિકની જાણ બહાર લોખંડના સળિયા બારોબાર વેચી નાખ્યા પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!