સમાજને નવી રાહ ચિંધતા કિન્નર નીલમ કુંવર ગુરુ શ્રી નાયક જોશના કુંવર બા સમાજને નવી રાહ ચીંધી રહયા છે. લોકો પોતાના અને પોતાના પરિવાર અને અગદ સ્વાર્થ માટે કાર્ય કરતા હોય છે જયારે વરસોથી વિસાવદરમાં રહેતા અને લોકોનાં દરેક સુખ દુઃખમાં સહભાગી બનતા કિન્નર નીલમ બા ગુરુ શ્રી જોશના કુંવર બા જે તા-૨૪-૨-૨૦૨૦ થી વિસાવદર મારૂતિ નગર હનુમાન પરામાં દેવી ભાગવત કથાનું આયોજન કરી રહયા છે જેનો હેતુ વિશ્વમાં લોકોમાં ભાઈચારો રહે અને દરેક સમાજ સાથે રહે એવી ભાવના સાથે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે જેમાં વ્યાસપીઠ પરથી ઈશ્વરીયાના જનકદાદા પોતાના કંઠેથી કથાનું રસ પાન કરાવશે. આ કથા રોજ સવારના ૯:૦૦ કલાક થી ૧૨:૦૦ અને બપોર ના ૩:૦૦ થી સાંજ ૬:૦૦ કલાકનો સમય રહશે. જયારે કથા દરમિયાન દરેક લોકો માટે બંને ટાઈમ પ્રસાદનું આયોજન રાખવામા આવે છે સાથે સાથે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રહશે જેમાં રામા મંડળ, રાસ ગરબા, લોક ડાયરો અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ તો ખરા જ જેમાં તા.૨૫-૨-૨૦૨૦ ના રોજ રાજકોટનું પ્રખ્યાત રામા મંડળ આવશે તા.૨૭-૨-૨૦૨૦ ના રોજ લોક ડાયરો જેમાં દેવરાજ સિંહ રાઠોડ લોક ગાયક, ચાંદની બેન હિંગુ લોક ગાયક, નવનીતભાઈ આહીર સાહિત્યકાર. આ કથાનો લાભ લેવા કિન્નર નીલમ કુંવર ગુરુ શ્રી નાયક જોશના કુંવર તેમજ સમસ્ત વિસાવદર સહેર આમંત્રણ આપવામાં આવેલ છે
વિસાવદર : સમાજને નવી રાહ ચિંધતા કિન્નર નીલમ કુંવર ગુરુ શ્રી નાયક જોશના કુંવર બા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન.
Advertisement