વિસાવદર ભેસાણનાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ સરકારી હોસ્પિટલની મુલાકાત દરમ્યાન દરેક વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળતી આરોગ્યની સુવિધાની જાત માહિતી લીધી હતી. તેમજ જરૂરી સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી હતી. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી છે. જયારે હોસ્પિટલ અધિક્ષકની મુલાકાત કરી હોસ્પિટલમાં જરૂરી તમામ સુવિધાની પૂર્તિ કરવા આદેશ આપ્યા હતા. વધુમાં તેઓએ હોસ્પિટલમાં સફાઈ અને ડોક્ટરો અને સ્ટાફની કામગીરી પરત્વે સંતોષ વ્યક્ત કર્યો હતો. નોંધવું ઘટે કે હાલમાં રોજ 250 થી 300 જેટલા દર્દીઓ ઓપીડીનો લાભ લે છે. હાલમાં એક સર્જન, ત્રણ ડોક્ટર સહિતનો સ્ટાફ સેવા આપી રહ્યો છે.
Advertisement